What Is Computer ? | Basic of Computers Gujarati

By | November 28, 2020


Basic of Computers
What Is Computer -કમ્પ્યુટર એટલે શું?
How Computer is work- તે કેવી રીતે કાર્ય કરે છે?

         આજનો યુગ એ આધુનિક યુગ તરીકે ઓળખાય છે. અને આધુનિક યુગના માનવ તરીકે તમે કમ્પ્યુટરના ઉપયોગ વિશે આપણને જાણકારી હોવી જ જોઇએ. કારણ કે કમ્પ્યુટર આપણા રોજિંદા જીવનનો એક અભિન્ન ભાગ છે. તેનો ઉપયોગ શાળા, બેંકો, દુકાનો, રેલ્વે સ્ટેશનો, હોસ્પિટલો અથવા આપણા પોતાના ઘરમાં એક મોબાઇલના રૂપમાં પણ હોય છે. કમ્પ્યુટરનો ઉપયોગ દરેક જગ્યાએ થતો હોય છે. કમ્પ્યુટર આપણા માટે કોઇ ચોક્કસ કાર્યને વધુ સરળ અને ઝડપી બનાવે છે.

           

આપણે જાણવું જોઈએ કે કમ્પ્યુટર શું છે? અને તે કેવી રીતે કાર્ય કરે છે?. તો ચાલો કમ્પ્યુટર શબ્દનો ઓપચારિક રીતે વ્યાખ્યાયિત કરીને તેના વિશે આપણે પ્રારંભ કરીએ. કમ્પ્યુટરનો શાબ્દિક અર્થ તરીકે આપણે તેને એક વિજાણું ઉપકરણ તરીકે ગણાવી શકીએ. જે ખુબજ જટીલ પ્રક્રિયાઓથી બનેલુ હોય છે. કમ્પ્યુટર એટલે આપેલી માહિતી પર તાર્કિક તેમજ ગણિતીક પ્રક્રિયાઓ કરતું સાધન. કમ્પ્યુટરનો ઉપયોગ માત્ર જટિલ ગણતરીઓ કરવા માટે જ નહિ, પરંતુ તેનો ઉપયોગ તાર્કિક પ્રક્રિયાઓ કરવામાટે પણ થાય છે. તેનો ઉપયોગ દિન-પ્રતિદિન તમામ ક્ષેત્રમાં વધી રહ્યો છે. અને ભવિષ્યમાં પણ થતો રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.


Computer Knowledge Gujarati

જો કે, આધુનિક કમ્પ્યુટર્સ ગણતરી કરતાં ઘણું વધારે કરી શકે છે. કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ઇનપુટ મેળવે છે, અને તેના પર પ્રક્રિયાઓ કરીને તેનો આઉટપુટ આપે છે. વપરાશ કરતા દ્રારા આપવામાં આવેલી સૂચનો અનુસાર ઇનપુટ સ્ટોર કરે છે અથવા પ્રક્રિયા કરે છે અને ઇચ્છિત ફોર્મેટમાં વપરાશ કરતાને આઉટપુટ પણ ગણતરીના સેકોન્ડમાં આપે છે. કમ્પ્યુટર એ સંગ્રહ કરેલી વિગતો કે માહિતીનું યોગ્ય રીતે અર્થધટન કરી તેની ઉપર પ્રસેસ કરીને ઝડપથી આઉટપુટ આપતું વિજાણું ઉપકરણ છે.

કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે. જે વિશાળ સમુહમાં આપેલી માહિતીને ઝડપી, અનુક્રમિક, ભુલો રહિત અને થાક્યા વગર ગાણિતિક તેમજ તાર્કિક પ્રકિયાઓ કરી આપે છે. તે માહિતીનો સંગ્રહ કરી શકે છે તથા આકૃતિઓ અને ગ્રાફ દોરી આપે તેવું સક્ષમ ઇલેક્ટ્રોનિક સાધન છે. ઝડપ, અવિરત કામ, ચોકસાઇ અને વિશાળ યાદશક્તિ તેમજ વિવિધલક્ષી ઉપયોગિતા વગેરે તેની લાક્ષણિકતાઓ છે.

કમ્પ્યુટર શબ્દ અંગ્રેજીમાં “કમ્પ્યુટ” શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ “ગણતરી” થાય છે, તેથી જ તેને કેલ્ક્યુલેટર અથવા કમ્પ્યુટર પણ કહેવામાં આવે છે. તે ગણતરીની ગણતરી માટે શોધવામાં આવ્યું હતું. જૂના સમયમાં કમ્પ્યુટર માત્ર ગણતરી માટે વપરાતુ હતુ . પરંતુ આજ કાલ તેનો ઉપયોગ દસ્તાવેજ બનાવવા, ઈ-મેલ કરવા, ઓડિઓ અને વિડિઓ સાંભળવામાં અને જોવા, રમતો રમવા અને ડેટાબેઝ તૈયાર કરવા તેમજ અન્ય ઘણા કાર્યોમાં કરવામાં આવે છે, જેમ કે બેંકોમાં, શૈક્ષણિક સંસ્થાઓ, ઓફિસોમાં, આમ કોમ્પ્યુટરનો ઉપયોગ હવે તો ઘરોમાં અને દુકાનોમાં પણ થઈ રહ્યો છે.


કમ્પ્યુટર ફક્ત સુચનાઓનુ પાલન કરે છે. આપણે જે કરવાનું કહીએ ( આપેલા ઈન્પુટ ડેટા ઉપર ચોકકસ પ્રક્રિયા કરવું ) છીએ તે જ કરે છે, એટલે કે તે ફક્ત કમ્પ્યુટરની અંદર પહેલેથી દાખલ કરેલા આદેશો (જેને પ્રોગ્રામ કહેવાય છે) મુજબ કામ કરે છે. કારણ કે, તેમાં વિચારવાની અને સમજવાની ક્ષમતા હોતી નથી. ટૂકમાં કમ્પ્યુટરએ વપરાશ કરતા દ્રારા આપવામાં આવેલા આદેશા મુજબ ઈન્પુટ ડેટા ઉપર જરૂરી પ્રક્રિયા કરીને ઇચ્છીત ફોરમેટમાં આઉટપુટ આપે છે. જે વ્યક્તિ કમ્પ્યુટરને ચલાવે છે તેને વપરાશ કરતા (User) કહે છે, અને જે વ્યક્તિ કમ્પ્યુટર માટે પ્રોગ્રામ બનાવે છે તેને પ્રોગ્રામર(Programmer) કહેવામાં આવે છે.

Computer Knowledge in Gujarati

 

          કમ્પ્યુટરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે સોફ્ટવેર(Software) અને હાર્ડવેર(Hardware)બંન્ને મહત્વના અને આવશ્યક ઘટકો છે. તેને સરળરીતે કહીએ તો, બંન્ને એકબીજાના પૂરક છે. હાર્ડવેર વિના સોફ્ટવેર નકામું છે અને સોફ્ટવેર વિના હાર્ડવેર નકામું છે. આનો અર્થ એ છે કે હાર્ડવેરને જે આદેશો આપવામાં આવે છે. તે કમ્પ્યુટર સોફ્ટવેર દ્રારા આપવામાં આવે છે. હાર્ડવેર કેવી રીતે કાર્ય કરશે તે વિશેની ચોક્કસ માહિતી અને સૂચનોનો સમૂહ કમ્પ્યુટર સોફ્ટવેરની અંદર પહેલેથી શામેલ હોય છે. જેમ કે સોફ્ટવેર એ આત્મા અને હાર્ડવેર એ શરીર છે. કપ્યુટરના તમામ હાર્ડવેરને એક બીજા સાથે જોડવા માટે ઓપરેટિંગ સિસ્ટમ સોફ્ટવેરની જરૂર હોય છે. કમ્પ્યુટરનાં સીપીયુ(CPU) સાથે ઘણા પ્રકારનાં હાર્ડવેર જોડાયેલા હોય છે, સિસ્ટમ સોફ્ટવેર એટલે કે ઓપરેટિંગ સિસ્ટમ(Operating System) આ બધા વચ્ચે ( દુભાષીયાનું કામ કરે છે.) સુમેળ બનાવીને કમ્પ્યુટરને યોગ્યરીતે ચલાવવાનું કાર્ય કરે છે.


કમ્પ્યુટર એ મશીન છે, જે સામાન્ય રીતે તકનિકી અને શૈક્ષણિક સંશોધન માટે વપરાય છે કમ્પ્યુટરનું પુર્ણ નામ નીચે મુજબ કરી શકાય.


C – Commonly

O – Operated

M – Machine

P – Particularly

U – Used for

T – Technical and

E – Educational

R – Research

કમ્પ્યુટરના ભાગો:-


સામાની રીતે કમ્પ્યુટરને બે ભાગોમાં વહેચવામાં આવે છે. જે નીચે મુજબ છે.


(૧) હાર્ડવેર


(૨) સૉફ્ટવેર



કમ્પ્યુટરની રચના ઉપર મુજબના બે (૨) મુખ્ય ભાગોથી સંપૂર્ણ બને છે. કમ્પ્યુટરના જે ભાગો ભૌતિક રીતે જોઈ શકાય તથા અડકી શકાય તેને હાર્ડવેર કહેવામા આવે છે. જેમ કે, કીબોર્ડ, માઉસ, પ્રિંટર, મોનિટર વગેરે કે જેને આપણે જોઈ અને ટચ કરી શકીએ છીએ તે કમ્પ્યુટરનાં હાર્ડવેર ઘટકો છે. અને કમ્પ્યુટરના જે ભાગમાં ચોક્કસ સૂચનાઓ અથવા પ્રોગ્રામ્સનો સમૂહ જે આ હાર્ડવેર ભાગોનો ઉપયોગ કરીને કમ્પ્યુટર ફંક્શન બનાવે છે તેને સૉફ્ટવેર કહેવામાં આવે છે. સૉફ્ટવેર જોઈ શકાય પણ, સ્પર્શ કરી શકાતા નથી, પરંતુ તેના વિષે કે, તેને આપણે અનુભવી શકીએ અથવા તેમાં કામ કરી શકીએ છે. જેથી ઉપર જણાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના કાર્ય માટે બંન્ને હાર્ડવેર અને સૉફ્ટવેર ઘટકો અતિ આવશ્યક છે.


Join our WhatsApp Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *