આધાર કાર્ડમા સુધારો કરો ઘરે બેઠા, માત્ર 2 જ મિનિટમાં અને તે પણ મોબાઇલથી. || How to Update Aadhar Card Online

By | January 10, 2023

આધાર કાર્ડમા સુધારો કરો ઘરે બેઠા, માત્ર  2 જ મિનિટમાં અને તે પણ મોબાઇલથી.

આધાર કાર્ડમા સુધારો કરો હવે  ઘરે બેઠા : આધાર કાર્ડમાં ગભગ હવે ૫ જેટલા સુધારાઓ હવે ઓનલાઈન કરી શકાશે. આધાર કાર્ડમાં સરનામું બદલવા, આધાર કાર્ડની ભાષા બદલવા, આધાર કાર્ડમાં નામમાં સુધારો કરવા, આધાર કાર્ડમાં જન્મ તારીખ બદલવા અને આધાર કાર્ડમાં જાતિ બદલવા. જેવા ૫ સુધારાઓ તમે મોબાઈલથી ઘરે બેઠા બેઠા કરી શકશો. તો ચાલો આજે આપણે જાણીએ ધરે બેઠા બેઠા આધાર કાર્ડમા સુધારો કેવી રીતે કરવો.

આધાર કાર્ડમા સુધારો કરો ઘરે બેઠા, માત્ર  2 જ મિનિટમાં અને તે પણ મોબાઇલથી.

હાલનો સમય એટલે દોડધામનો સમય, લોકો કામમાં હોય એટલે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર સુધી જઈ શકતા નથી. પણ હાલમાં આધાર કાર્ડમાં 5 સુધારાઓ  મોબાઈલ વડે પણ થઇ શકે તેવી સુવિધા આપવામાં આવી છે. તો ચાલો આપણે વિગત વાર બધી માહિતી મેળવીયે.

હવે આધાર કારમાં સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી. આ 5 સુધારાઓ તમે ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો.

આધાર કાર્ડમાં ઓનલાઇન સરનામું બદલો.

aadhar card name change online aadhar card correction online aadhar card name change documents aadhar card name change form download aadhar card aadhar card update aadhar card address change online my aadhaar

હાલના સમયમાં ગામડાના લોકો શહેરમાં રહેવા જાય અથવા લોકો બીજા સ્થળે જાય આવા સંજોગોમાં તમે આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું સુધારો કરી શકો છો, તમે સરનામું ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે સુધારી શકો છે.

આધાર કાર્ડમાં ઓનલાઇન નામ સુધારો

જયારે આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગી હોય તો તમે હવે આધારકાર્ડમાં નામ સુધારો કરો ઓનલાઈન જ તમારા મોબાઈલ વડે જ, ફક્ત નાના સુધારા જ થઇ શકશે.

આધાર કાર્ડમાં ઓનલાઈન જન્મ તારીખ સુધારો

આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો મોબાઈલ વડે જ ઘર બેઠા.

આધાર કાર્ડમાં ઓનલાઈન જાતિ સુધારો

આધાર કાર્ડ તમારી જાતિમાં ભૂલ હોય તો તમે સુધારી શકો છો. જેમ કે પુરુષ / સ્ત્રી / અન્ય

આધાર કાર્ડમાં ઓનલાઈન ભાષા સુધારો

આધાર કાર્ડમાં ભાષા સુધારો કરી શકો છો.

આધાર કાર્ડ સુધારા માટે જરૂરી ડોક્યુમેન્ટ

આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે

 • પાસપોર્ટ
 • રેશનકાર્ડ
 • ચૂંટણીકાર્ડ
 • ડ્રાઈવિંગ લાયસન્સ
 • PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
 • પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
 • કિસાન પાસબુક
 • રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
 • વિકલાંગતા ID કાર્ડ
 • વીજ બિલ
 • પાણી બિલ
 • ટેલીફોન લેન્ડલાઈનબિલ
 • પ્રોપર્ટી ટેક્સ રસીદ
 • વીમા પોલીસી
 • અન્ય પ્રૂફ

આધારકાર્ડ જન્મ તારીખ સુધારવા માટે

 • જન્મ પ્રમાણપત્ર
 • પાસપોર્ટ
 • પાનકાર્ડ
 • DOB ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
 • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

આધારકાર્ડ સુધારા માટે ફી

આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડશે.

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા ઓનલાઈન કઈ રીતે કરશો?

 • સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જાઓ : https://myaadhaar.uidai.gov.in
 • Login મેનુ બટન પર ક્લિક કરો.
 • આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખો.
 • Send OTP બટન પર ક્લિક કરો.
 • આધાર કાર્ડ સાથે રજીસ્ટ્રેડ થયેલ મોબાઈલ નંબર પર OTP જશે.
 • 6 અંકનો OTP લખો અને Login બટન પર ક્લિક કરો.
 • હવે Update Aadhaar Online વિકલ્પ આપ્યો હશે તેના પર ક્લિક કરો.
 • હવે તમે આધાર કાર્ડમાં 5 સુધારા કરી શકશો તે દેખાડશે.
 • તેમાંથી એક વિકલ્પ પસંદ કરીએ – આધારકાર્ડમાં ઓનલાઈન સરનામું બદલો.
 • ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરો.
 • તમારે તમારા નવા સરનામાં માટે માહિતી લખવાની રહેશે.
 • પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે જે ઉપર મુજબ કોઈ પણ એક રહેશે.
 • હવે ફોર્મ સબમિટ કરી દયો.

ફોર્મ ભર્યા પછી તમારી અરજીની ચકાસણી કરવામાં આવશે. વેરીફીકેશન પછી આધારકાર્ડમાં સરનામું બદલાશે.

આધાર કાર્ડ સુધારો ઘરબેઠા : અહિયાં ક્લિક કરો

One thought on “આધાર કાર્ડમા સુધારો કરો ઘરે બેઠા, માત્ર 2 જ મિનિટમાં અને તે પણ મોબાઇલથી. || How to Update Aadhar Card Online

 1. Pingback: PAN and Aadhar Link Status Check: પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવા અહિં ક્લિક કરો - Techvalvi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *